THEORY / Practical - 1 Visit the Institute and aware of infrastructure of Trade

 






હેતુ :- Practical - 1 Visit the Institute and aware of infrastructure  of Trade

સાધનો :- નોટબૂક ,
                પેન્સિલ ,
                રબર ,
                સ્કેલ. 

  • સૌ પ્રથમ તો સંસ્થા માં  આવીને જે કોર્ષ માં ઍડ્મિશન  મેળવેલ છે તે ટ્રેડ માં જઈને તેના થી માહિતગાર થાવો . જે તે સંબંધીત ઈન્સટ્રક્ટરશ્રી ની પાસેથી કોર્ષનાં સીલેબસની માહિતી મેળવો.

  • ટ્રેડમાં ઉપયોગમાં લેવાતી સાધન - સામગ્રીનું દુરથી નીરીક્ષણ કરો.

  • બાદમા, સુપરવાઈઝર ઈન્સટ્રક્ટરશ્રીની સુચનાં મુજબ જેતે ટ્રેડનો લેય- આઉટ બનાવો.

  • ત્યારબાદ સંસ્થાની ચાલતા અન્ય કોર્ષ, અન્ય વ્યવસ્થાથી માહિતગાર થવા દરેક ટ્રેડની  મુલાકાત લેવી .

  • દરેક ટ્રેડની મુલાકાત લેતા સમયે જે તે  ટ્રેડની  માહિતી એકઠી કરો જેમકે  ભવિષ્યમાં નોકરીની તકો, ઉચ્ચ અભ્યાસની સંભવિતતા વિગેરે.

  •  દરેક ટ્રેડની મુલાકાત લેતા સમયે જે તે  ટ્રેડમાં ઉપલબ્ધ તમામ સુપરવાઈઝર ઈન્સટ્રક્ટરશ્રીનાં સાથે પરીચય કેળવો તથા તેમનાં વિશે ટેકનીકલ માહિતી જાણવી.

  • સંસ્થામાં આવેલ વહિવટી માળખાકીય સુવીધાઓ જેવીકે પાણીની વ્યવસ્થા, સેનીટેશન, બાથરુમ-ટોઈલેટ, પ્રાથમીક સારવારની માહિતી લખી કે યાદ રાખવી.

  • સંસ્થામાં અન્ય આવશ્યક સુવીધા જેવીકે લાયબ્રેરી, પ્લેસમેન્ટ બ્યુરો, એપ્રેન્ટીશ શાખા, વહિવટી ઓફિસ શાખાની પણ જરુર મુલાકાત લેવી.


સાવચેતી  
  1.  સંસ્થામાં મુલાકાત સમયે  કોઈપણ મશીનરીને  અડકશો નહી.
  2.  સંસ્થામાં સ્વચ્છતા જાળવો
  3.  બાગ બગીચામાં ફુલ-છોડને તોડશો નહી.













Post a Comment

If you have any doubts, please let me know

Previous Post Next Post