પ્રશ્ન નવી CBT EXAM પધ્ધતિ માં શુ છે ?
પ્રશ્ન 1 નવી CBT EXAM પધ્ધતિ માં શુ છે ?
👉 *પેપર: 1 ( બધાજ વિષયો)
👉 સમય: 2 કલાક
👉 કુલ પ્રશ્નોની સંખ્યા: 75
👉 કુલ માર્કસ:* 150
પ્રશ્ન 2 એન્જીનીયરીંગ ટ્રેંડમાં વિષય મુજબ પ્રશ્નો અને માર્કીંગ સ્કીમ કઇ રીતે રહેશે?
👉 ટ્રેડ થીયરી: 38 પ્રશ્નો, 76 માર્કસ
વર્કશોપ કેલકયુલેશન સાયન્સ: 6 પ્રશ્નો, 12 માર્કસ
એન્જીનિયરીંગ ડ્રોઇંગ: 6પ્રશ્નો, 12 માર્કસ
એમ્પલોયેબિલિટી સ્કિલ્સ: 25 પ્રશ્નો, 50 માર્કસ
પ્રશ્ન 3 પાસ થવા કેટલા માર્ક્સ લાવવાના ?
👉ટ્રેડ થિયરીમાં પાસ થવા 40 ટકા માર્ક્સ એટલે કે કુલ 50 માંથી 20 પ્રશ્નોના જવાબ સાચા પડવા જ જોઈએ.
પ્રશ્ન 4 ડ્રોઈંગ અને વર્ક.કેલ.સાયન્સ માં કેટલા લાવવાના ?
👉વર્કશોપ કેલ. સાયન્સ અને એન્જી.ડ્રોઈંગ માં અલગથી પાસ થવું જરૂરી નથી. 40 ટકા માર્ક્સ એટલે કે ટ્રેડ થિયારીના કુલ 50 પ્રશ્નોમાંથી બધા થઈને કુલ 100 માર્કસમાંથી માંથી 40 માર્ક્સ લાવો એટલે પાસ.
પ્રશ્ન 5 ઇએસ માં અલગથી પાસ થવું પડશે ?
👉હા...ઇએસ પાસ થવા માટે 40 ટકા માર્ક્સ એટલે કે કુલ 25 માંથી 10 પ્રશ્નો ના જવાબ સાચા પડવા જ જોઈએ.
🚨 ઇ એસમાં અલગથી પાસ થવું પડશે . કુલ 150 માર્ક્સ માંથી 40 ટકા માર્ક્સ આવ્યા એટલે ઇએસમાં પાસ એવું નથી .
પ્રશ્ન 6 * નોન એન્જીનીયરીંગ ટ્રેંડ જેમા વર્કશોપ કેલકયુલેશન અને સાયન્સ અને એન્જીનીયરીંગ ડ્રોઈંગ નથી આવતું ઉદાહરણ તરીકે કોપા,HSIએમની પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે ?*
👉 ટ્રેડ થીયરી: 50 પ્રશ્નો, 100 માર્કસ
એમ્પલોયેબિલિટી સ્કિલ્સ: 25 પ્રશ્નો, 50 માર્કસ
પ્રશ્ન 7પરીક્ષા કઇ ભાષામાં આવશે* ?*
👉ત્રણ ભાષામાં પેપર આવશે.
ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
👉એક જ વખત ભાષા સિલેક્ટ કરવા મળશે.
👉જે સિલેકટ કરો એ વિચારીને કરવું.પછી ચેન્જ નથી થતું.
👉દર વખતે સોફ્ટવેર અપડેટ થાય છે એટલે એવી શક્યતા ખરી કે આ વખતે ચાલુ પરીક્ષા એ ભાષા ચેન્જ કરવા મળે કે પછી પ્રશ્ન એકથી વધુ ભાષામાં ડિસ્પ્લે થાય..
🪴 પણ આ શક્યતા છે માટે તમામ તાલીમાર્થીઓને એક જ વખત ભાષા સિલેક્ટ થશે એજ રીતે જ માનસિક રીતે તૈયાર રહેવું.
Comments
Post a Comment
If you have any doubts, please let me know